Installation Completed

Your app has been installed successfully.

Ganesh Chaturthi Festival Offer :- Now, Till-Vivah Validity Plan Open from 11-09-2026 to 25-09-2026 Only     
Home Back Login Register
Back

201) સમૂહ લઘુ-રુદ્ર નું આયોજન

સમૂહ લઘુ-રુદ્ર નું આયોજન
શ્રી કાશીવિશવેશ્વર નાથ મહાદેવ, વડોદરા ખાતે 

* તારીખ : 06-09-2026, રવિવારે. 
* સમય : સવારે 8 am થી બપોરે 2 pm 
* સ્થળ : શ્રી કાશીવિશ્વેશ્વર નાથ મહાદેવ મંદિર. પ્રોડકટીવીટી રોડ, અલકાપુરી, વડોદરા. (વડોદરા ના પ્રખ્યાત નવનાથ મહાદેવ માનું એક સ્વયંભુ મહાદેવ નું પ્રાચીન મંદિર)
* ફળાહાર / મહાપ્રસાદ : 
✔️ સવારે 7 વાગે : સ્થળ ઉપર સૌ યજમાનો નું આગમન તથા ફરાળી નાસ્તો, ચા, કૉફી 
✔️ બપોરે 2 વાગે : ફરાળી મહાપ્રસાદ તથા ભોજન
✔️ વચ્ચે 3-4 વખત 10 મિનિટ નો બ્રેક મળશે. 


➡️ વધુ માહિતી માટે સંપર્ક : 
9099798986, 9054213636, 9081522111

~~~
સમૂહ લઘુ-રૂદ્ર યજમાન શુલ્ક : Rs. 6300/- (બધુજ સમાવેશ છે, તમારે માત્ર સ્થળ ઉપર સમયસર આવીને લઘુ-રુદ્ર યજ્ઞ મા બેસવાનું રહેશે) 

➡️ Rs 6300 (દરેક યજમાન માટેનું શુલ્ક) મા સમાવેષ છે આ બધુંજ : 
~~~~~~~~~~~~

✔️ (11 બ્રાહ્મણ +2 શાસ્ત્રી = 13 ગોર - મહારાજ ) ની દક્ષિણા, 
✔️ પૂજાપો, સાધન-સામગ્રી, વ્યાસ પીઠ અને દેવી-દેવતાઓ નું પવિત્ર સ્થાપન, 
✔️ (21x 3 = 63) સેટ કળશ, થાળી, ચમચી, લોટો, વગેરે વાસણ (21 યજમાન x 3 સેટ, એમ દરેક યજમાન માટે) 
✔️ પુજા - પ્રસાદ ની ફળ-ફળાદી, ફળ આહાર, વગેરે નું આયોજન 
✔️ 21 યજમાન માટે તથા સ્થાપન માટે, દેવી-દેવતાં માટે 108 ફૂલ-હાર, તથા 50kg છુટા ફૂલ 
✔️ 21 યજમાન દ્વારા 11000 થી વધુ બીલીપત્ર નો અભિષેક થશે. 30-40 kg બીલીપત્ર નું આયોજન. 
✔️ યજ્ઞ-કુંડ, યજમાનો માટે આસનો, જળાભિષેક શિવલિંગ, થાળી વગેરે 
✔️ શીવ-મહિમ્ન સ્તોત્રમ ની 108 પુસ્તિકાઓ નું સ્થળ ઉપર નિઃશુલ્ક વિતરણ, 
✔️ સ્થળ ઉપર, દરેક યજમાન ને...
* પોતાનું રૂદ્રાભિષેક કરેલ શિવલિંગ, 
* 11 શિવ મહિમ્ન સ્તોત્ર ની પુસ્તિકા, 
* પ્રસાદ નું 1 બોક્સ, તથા, 
* પ્રસંગ ની યાદગીરી રૂપે 1 Photo-Frame ની ભેટ. 
✔️ સવાર નું ચા-કોફી, ફરાળી બટાકા ની વેફર, ફરાળી ચેવડો. શિવ-મંદિર મા આ રીતનું સવારે આયોજન છે. 
✔️ દરેક યજમાન માટે બપોરે 2 વાગે 11 ફરાળી ભોજન Pass, (બપોર ના ફરાળી ભોજન નું Menu : રાજગ્રા નો શિરો, સાબુદાણા ખીચડી, મોરૈયો, છાસ (butter-milk) , સૂકી ભાજી નું ફરાળી શાક, કેળા) 
✔️ મંડપ, ખુરશી, ટેબલ, સ્થળ ની સ્વછતા
✔️ સ્થળ ઉપર નું માઈક - સ્પીકર - સાઉન્ડ સિસ્ટમ, ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી, વગેરે.

ખાસ નોંધ : 
* યજમાન તરીકે જોડું પણ બેસી શકે છે, અને કોઈ સિંગલ હોય તો તે પણ લઘુ-રુદ્ર મા યજમાન બની શકે છે
* સવારે 7 વાગે, સ્થળ ઉપર આવીને સમય સાચવવો ખુબજ જરૂરી છે.
* આખી પુજા-વિધિ દરમિયાન 2-3 વખત 10 મિનિટ નો બ્રેક મળશે. 
* દરેક યજમાને લઘુ-રુદ્ર પૂજામાં બેસતા પહેલા પીતામ્બર કે ધોતિયું-જભ્ભો પહેરવાનો રહેશે. 
* જે યજમાન ને નીચે આસાન ઉપર પલાઠી વાળી ને બેસવામાં તકલીફ હોય તેમના માટે, સ્થળ ઉપર, ખુરશી -  ટેબલ નું આયોજન થશે. 
* દરેક યજમાને, પોતાની સાથે, ભગવાન માટે તથા પોતાના હાથ લુછવા માટે, 3 સ્વચ્છ નેપકીન સાથે લાવવાના રહેશે.
* દરેક યજમાન ને 11 free ભોજન પાસ તો મળેજ છે. પણ જો extra ભોજન પાસ ની જરૂર હોય, તો, તા. 31-08-2026 સુધી દરેક યજમાને extra કેટલા ભોજન pass જોઈએ છે, તેની જાણ 9099798986 ઉપર કરવાની રહેશે. સ્થળ ઉપર extra ભોજન પાસ મળશે નહિ. 

આભાર સહ,
ભૂદેવ નેટવર્ક - વડોદરા

*સમૂહ લઘુ- રુદ્ર માં રજિસ્ટર્ડ 21 યજમાનશ્રી તથા મહેમાન શ્રી ની સંખ્યા ની યાદી* : 
~~~~~~~~~~~~~

(1) નિલય કમલેશભાઈ પંડ્યા  - વલસાડ (Valsad)......08
(2) જયેન્દ્રભાઇ ભટ્ટ  - વડોદરા....11 
(3) આશુતોષભાઇ જોશી  - વડોદરા.....08
(4) ઉમેશભાઈ ત્રિવેદી - વડોદરા....56
(5) ઘનશ્યામભાઈ ભટ્ટ - વડોદરા ...11
(6) આશિતભાઇ પંડ્યા - વડોદરા... સંખ્યા બાકી 
(7) કેયુરભાઇ જોશી - વડોદરા ... સંખ્યા બાકી 
(8) વૈભવભાઇ જોશી - વડોદરા...02
(9) ભાવેશભાઈ પરીખ પંડ્યા  - વડોદરા....11
(10) જાનકીબેન વિશાલભાઈ ભટ્ટ - વડોદરા ...13
(11) લતાબેન હરીશભાઈ પંડ્યા - વડોદરા...11
(12) ગીતાબેન ભરતભાઈ પંચાલ - વડોદરા...11
(13) ત્રુપતિબેન ખંજનભાઈ જોશી - વડોદરા....સંખ્યા બાકી 
(14) હિરલબેન તરંગભાઈ જોશી - વડોદરા .... સંખ્યા બાકી 
(15) નિલેશભાઈ જોષી  - વડોદરા...11 
(16) કુંજલબેન આશુતોષ ભાઈ પાઠક - વડોદરા ....11
(17) જાગૃતિબેન દક્ષેશભાઈ પંડ્યા - વડોદરા .....સંખ્યા બાકી
(18) સંગીતાબેન અર્પિતભાઇ પંડ્યા - વડોદરા ....11
(19) શીતલબેન ભદ્રેશભાઈ પંડ્યા - વડોદરા ....11
(20) દિપીકાબેન દિપકકુમાર પંડ્યા - વડોદરા .....સંખ્યા બાકી
(21) જાગૃતિબેન અનુપભાઈ શાસ્ત્રી - વડોદરા ......સંખ્યા બાકી
~~~~~~~~~~~~~~~~~~~
ટોટલ સંખ્યા .........186

નોંધ : સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ના અગ્રણી શ્રી દિનેશભાઇ પાઠક તથા ભૂદેવ નેટવર્ક ના પ્રમુખ - શ્રી વિપુલભાઈ તથા તેમના ધર્મપત્ની અંજલિબેન પંડ્યા (વડોદરા), તથા, ભૂદેવ મેટ્રિમોની સ્ટાફ માંથી, શ્રી સુદીપભાઈ જોશી (વડોદરા), અને શ્રીમતી ગાયત્રીબેન હાર્દિકભાઈ પંડ્યા (અમદાવાદ) પણ, ઉપરોક્ત 21 યજમાન / દંપત્તી સાથે લઘુ-રુદ્ર આયોજન મા જોડાશે. 

 Contact : 9099798986

~~~~~~~~~~


????વડોદરા ના પ્રખ્યાત સ્વયંભુ અતિપ્રાચીન 9-નાથ (નવ-નાથ)     મહાદેવ    :  ????

➡️ શ્રી નવ-નાથ મહાત્મ્ય :  

વડોદરાના પ્રસિદ્ધ નવનાથ મહાદેવ, વડોદરા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલા ૯ પ્રાચીન સ્વયંભુ શિવમંદિરો છે . 

* સ્થાનિક ધાર્મિક માન્યતા અનુસાર, આ 9-નાથ મહાદેવ ની ઉપસ્થિતિ નો સમય કાળ, વિવિધ શાસ્ત્રો ના પ્રમાણો મુજબ, 28મા મન્વંતર ના સતયુગ સમય ના મહર્ષિ ભ્રીગુ, મહર્ષિ વશીષ્ઠ , તથા મહર્ષિ વિશ્વામિત્ર ના સમય કાળ થી ઉપસ્થિત હોવાના વેદિક ગ્રંથો મા પુરાવા મળ્યા છે. 

* આશ્ચર્ય ની વાત તો એ છે કે નવનાથ મહાદેવ માંથી અમુક સ્વયંભુ મહાદેવ, ના મૂળ-નામ અને શિવલિંગ, 12 જ્યોતિર્લિંગ નેજ મળતા આવે છે. 

* તથા, વડોદરા - નવનાથ મહાદેવ ની પરિક્રમા પણ આબેહૂબ ભારત ના 12 જ્યોતિર્લિંગ ની પરિક્રમા જેવો રૂટ ધરાવે છે. 

* શ્રી શીવ-શંકર ના 12 જ્યોતિર્લિંગ ની જેમજ વડોદરા ના 9 નાથ (નવનાથ) મહાદેવ પણ સ્વયંભુ પ્રાગટ્ય ધરાવે છે. આથી આ નવનાથ મહાદેવ ને હજારો વર્ષ પ્રાચીન માનવામાં આવે છે.

~~~~~~~~~~~~

➡️ વડોદરા ના પ્રખ્યાત સ્વયંભુ અતિપ્રાચીન 9-નાથ (નવ-નાથ)    મહાદેવ    : 

(૧)     સિદ્ધનાથ મહાદેવ   ખંડેરાવ માર્કેટ પાછળ, સિદ્ધનાથ તળાવ પાસે, વડોદરા    

(૨)     રામનાથ મહાદેવ :     ગજરાવાડી, રામનાથ રોડ, વડોદરા    .

(૩) થેકરનાથ (ઠેકરનાથ) મહાદેવ :     કિશનવાડી / અજાબડી મિલ વિસ્તાર, વડોદરા.

(૪) મોટનાથ મહાદેવ:     હરણી વિસ્તાર, હરણી-હાલોલ રોડ    , વડોદરા.

(૫) કામનાથ મહાદેવ :     સયાજીબાગ પાછળ, બાલભવન પાસે    , વડોદરા.

(૬) ભીમનાથ મહાદેવ :     ભીમનાથ બ્રિજ પાસે, - સયાજીગંજ    , વડોદરા 

(૭)    કાશીવિશ્વેશ્વર નાથ મહાદેવ :    જેતલપુર ક્રોસ રોડ / અલકાપુરી વિસ્તાર    . વડોદરા.

(૮) જાગનાથ (જગન્નાથ) મહાદેવ : કલાલી – વડસર રોડ વિસ્તાર. વડોદરા.

(૯) કોટનાથ મહાદેવ (કોટેશ્વરનાથ મહાદેવ)  :   , વડસર :  વડસર રોડ વિસ્તાર    , વડોદરા.

➡️ અતિ પ્રાચીન, સ્વયંભુ નવનાથ મહાદેવ  : 

હજારો વર્ષો થી આ નવનાથ મહાદેવ ની પુજા થાય છે. મહાશીવરાત્રી નો મેળો ભરાય છે.  શ્રાવણ માહ મા આ નવનાથ ની પરિક્રમા તથા કાવંડ યાત્રા થાય છે તથા શ્રી લઘુ-રુદ્ર યજ્ઞ નું પણ ખુબજ ઉત્સાહ થી આયોજન થાય છે. 

ૐ નમઃ શિવાય.

Enquire Now